17 June 2025

શું કિચનના સ્લેબ પર રોટલી વણી શકાય? જાણો વાસ્તુનો નિયમ

Pic credit - google

ભોજનની થાળીમાં આવતી ગરમ રોટલી ભોજનનો સ્વાદ બમણો કરી દે છે.

Pic credit - google

પહેલાના સમયમાં, આધુનિક રસોડા નહોતા, ત્યારે રોટલી લાકડાની આદણી પર વણવામાં આવતી હતી. જોકે હવે લોકો કિચનના સ્લેબ પર વણવા લાગ્યા છે.

Pic credit - google

આજકાલ મોટાભાગના રસોડાના સ્લેબ પર રોટલી વણે છે, ત્યારે શું આમ કરવું વાસ્તુ મુજબ યોગ્ય છે કે નહીં?

Pic credit - google

વાસ્તુ શાસ્ત્ર મુજબ કિચનના સ્લેબ પર રોટલી વણવું યોગ્ય માનવામાં આવતું નથી કારણ કે સ્લેબ પર રોટલી વણતા લોટ તેના પર ચોટી રહે છે.

Pic credit - google

રોટલી વણીને લોકો સ્લેબની સફાઈ કરે છે પણ ખૂણા કે ધારોમાં લોટના કણો રહી શકે છે અને વાસ્તુ મુજબ કિચનનો સ્લેબ હંમેશા સાફ સુથરો રહેવો જોઈએ

Pic credit - google

આ સાથે વાસ્તુશાસ્ત્ર એ પણ કરે છે કે લાકડાની પાટલી કે આદણી પર રોટલી વણવાથી પોઝિટિવ એનર્જી બની રહે છે

Pic credit - google

જ્યારે પથ્થર પર રોટલી વણતા સમૃદ્ધિ ધીમે ધીમે ઓછી થવા લાગે છે અને પૈસા સંબંધિત સમસ્યાઓ આવવા લાગે છે.

Pic credit - google

એવું કહેવાય છે કે આદણી વગર રોટલી વણવાથી રાહુ-કેતુ પરેશાન કરી શકે છે.

Pic credit - google

આ સાથે વિજ્ઞાન પણ કહે છે કે ખોરાક સ્વચ્છ જગ્યાએ રાંધવો જોઈએ. જ્યારે રસોડાના સ્લેબ પર જંતુઓ અને બેક્ટેરિયા હોઈ શકે છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ લેવામાં આવી છે TV9 Gujarati તેની પુષ્ટિ કરતું નથી

Pic credit - google