27 February 2025

ગોવિંદા બાદ ગઢપણમાં છૂટાછેડા લઈ રહ્યો છે આ એક્ટર, ઓનસ્ક્રીન બહેન સાથે કર્યા હતા લગ્ન

Pic credit - Meta AI

ટીવી અને બાગબાન ફિલ્મના જાણીતા એક્ટર અમન વર્માને લઈને સમાચાર સામે આવી રહ્યા છે કે તે લગ્નના 9 વર્ષ પછી તેની પત્નીથી છૂટાછેડા લઈ રહ્યો છે.

Pic credit - Meta AI

એક સમયે અમન અને વંદના ટીવી ફેન્સનું ફેવરિટ કપલ હતા. બંનેએ ડિસેમ્બર 2016માં લગ્ન કર્યા હતા. તેઓ 2014માં શો 'હમ ને લી હૈ શપથ'ના શૂટિંગ દરમિયાન મળ્યા હતા.

Pic credit - Meta AI

મીડિયા રિપોર્ટ એક સૂત્રએ જણાવ્યું કે અમન અને વંદના વચ્ચે ઘણા સમયથી સમસ્યા ચાલી રહી છે. બંનેએ તેમના સંબંધોને સુધારવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ ફાયદો થયો નહીં

Pic credit - Meta AI

બંનેએ સાથે મળીને પરિવાર શરૂ કરવાનો પ્લાન પણ બનાવ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં તેમની વચ્ચે અણબનાવો વધી ગયા 

Pic credit - Meta AI

સૂત્રના જણાવ્યા અનુસાર છૂટાછેડાની અરજી દાખલ કરવાનો નિર્ણય વંદના લાલવાણીનો હતો. જોકે આ અંગે બંનેમાંથી કોઈએ છૂટાછેડાને લઈને કોઈ વાત કરી નથી. 

Pic credit - Meta AI

જો આપણે અમન વર્મા અને વંદના લાલવાણીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ધ્યાન આપીએ તો તેઓએ લાંબા સમયથી એકબીજા સાથે કોઈ ફોટો કે વીડિયો શેર કર્યો નથી.

Pic credit - Meta AI

ત્રણ વર્ષ પહેલા અમન વર્માએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે લગ્ન બાદ બદલાઈ ગયો છે. અભિનેતાએ કહ્યું કે તે વંદના સાથે તેની જિંદગીનો આનંદ માણી રહ્યો છે.

Pic credit - Meta AI

પણ હવે છૂટાછેડાના સમાચાર સામે આવતા ફેન્સ ચોંકી ગયા છે

Pic credit - Meta AI