14 ડિસેમ્બર, 2024

તુલસીની આસપાસ કેટલી પરિક્રમા કરવી જોઈએ?

તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ છે, તેથી તેની દરરોજ પૂજા કરવામાં આવે છે.

તુલસીના છોડને રોજ પાણી પીવડાવવામાં આવે છે અને તેની પરિક્રમાં કરવામાં આવે છે. ઘણીવાર લોકો પોતાની ઈચ્છા મુજબ તુલસીની પરિક્રમા કરે છે.

પરંતુ તુલસીની પરિક્રમા કરવાના ઘણા નિયમો છે. આવો જાણીએ તુલસી મૈયાની કેટલી પરિક્રમા કરવી જોઈએ.

ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસી માતાની ત્રણ વાર પ્રદક્ષિણા કરવી જોઈએ. તુલસીને 3 વખતથી વધુ પરિક્રમા ન કરવી જોઈએ.

તુલસી માતાની પરિક્રમા કરતી વખતે 'મહાપ્રસાદ જનનિ, સર્વ સૌભાગ્યવર્ધિની આધી વ્યાધિ હાર નિત્યમ, તુલસી ત્વમ નમોસ્તુતે' મંત્રનો જાપ કરવો જોઈએ.

તુલસીની પ્રદક્ષિણા કરતા પહેલા સૂર્યદેવને જળ પણ અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ તુલસીની પ્રદક્ષિણા કરતી વખતે જળ અર્પણ કરવું જોઈએ.

જો તુલસીની પરિક્રમા કરવા માટે જગ્યા ન હોય, તો તમે તે જ જગ્યાએ ઉભા રહીને ત્રણ વાર પરિક્રમા કરી શકો છો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.