રાઈન II 1999 માં જર્મન દૃશ્ય કલાકાર એન્ડ્રીયાસ ગર્સકી દ્વારા બનાવવામાં આવેલી એક રંગીન તસવીર છે. ફોટોમાં એક નદીને વાદળોથી ઘેરાયેલી આકાશની નીચે, સપાટ હરિયાળા ખેતરો વચ્ચે, દૃશ્ય ક્ષેત્રમાં ક્ષિતિજ રૂપથી વહેતી બતાવવામાં આવી છે. 4.3 મિલિયન અમેરિકી ડૉલરમાં વેચાયેલી આ અત્યાર સુધીની સૌથી મોંઘી તસવીર છે.