3 july 2025

શું વજન વધવાથી બાળકોની હાઈટ વધતી અટકી જાય છે? જાણો શું છે સત્ય

Pic credit - google

બધા માતા-પિતા તેમના બાળકોને સ્વસ્થ અને સક્રિય જોવા માંગે છે. તેઓ ઇચ્છે છે કે તેમના બાળકોની હાઈટ સારી રીતે વધે.

Pic credit - google

આવી સ્થિતિમાં, તેઓ તેમને પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખવડાવવા માંગે છે. જોકે, આજકાલ બાળકો બહારનો ખોરાક વધુ ખાવાનું પસંદ કરે છે.

Pic credit - google

તેઓ પિઝા, બર્ગર વધુ ખાવાનું પસંદ કરે છે. પરિણામે તેમનું વજન વધે છે.

Pic credit - google

ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે જે બાળકોનું વજન વધારે હોય છે, તેમની હાઈટ વધતી અટકી જાય છે.

Pic credit - google

એવું માનવામાં આવે છે કે જાડા બાળકોની હાઈટ અટકવાનું કારણ તેમનું વજન છે. મોટાભાગના લોકો આ વાત સ્વીકારે છે, પરંતુ શું કોઈએ વિચાર્યું છે કે તેમાં કેટલું સત્ય છે?

Pic credit - google

તમને જણાવી દઈએ કે વજન વધવા અને બાળકોની હાઈટ વધતા અટકવા વચ્ચે કોઈ સંબંધ નથી. આ માત્ર એક ગેરસમજ છે.

Pic credit - google

બાળકની હાઈટ વધતા અટકવાનું કારણ યોગ્ય આહારનો અભાવ, સ્તનપાન ઓછું અથવા ના કરાવવું તે સાથે, વારસાગત કારણોસર પણ હાઈટ વધતા અટકે છે.

Pic credit - google

બાળકોને સ્વસ્થ આહાર આપવો ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી તેમની હાઈટ વધતા અટકી ન જાય. તેમના આહારમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન અને ખનિજોનો સમાવેશ કરો.

Pic credit - google

અખરોટ, બદામ, ખજૂર, ઈંડા, ચિકન, આખા અનાજ, સોયાબીન અને ડેરી ઉત્પાદનો જેવા ખોરાક બાળકોની ઊંચાઈ વધારવામાં મદદરૂપ થાય છે.

Pic credit - google