1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

25 April, 2024

માર્ચ ક્વાર્ટરના પરિણામો બાદ ટાટા ગ્રુપની કંપનીએ ડિવિડન્ડની જાહેરાત કરી છે.

મંગળવારે, આ કંપનીના શેર 4.03% ઘટીને 7,097.50 રૂપિયા પર આવી ગયા.

કંપનીએ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં માહિતી આપી છે કે કંપનીના નફામાં ઘટાડો થયો છે. આ સાથે જ કમાણીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

Tata Elxsi એ એક શેર પર રૂપિયા 70નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. અત્યાર સુધી કંપનીએ આટલું ઊંચું ડિવિડન્ડ ક્યારેય આપ્યું નથી.

22 જૂન 2023ના રોજ પ્રતિ શેર 60.60 રૂપિયા, 15 જૂન 2022ના રોજ 42.50 રૂપિયા અને 17 જૂન 2021ના રોજ 24 રૂપિયાનું ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું.

Tata Elxsiએ જણાવ્યું કે ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂપિયા 206 કરોડથી ઘટીને રૂપિયા 197 કરોડ થયો છે.

આ ઘટાડો ક્વાર્ટર-ટુ-ક્વાર્ટરના આધારે નોંધવામાં આવ્યો છે. કંપનીની કમાણીની વાત કરીએ તો તે 914 કરોડ રૂપિયાથી ઘટીને 906 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

કમાણી અને નફાની સાથે EBITDAમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. તે રૂપિયા 270 કરોડથી ઘટીને રૂપિયા 261 કરોડ થયો છે.

Tata Elxsiનો શેર આ વર્ષે 15.49% ઘટ્યો છે, જ્યારે શેર છ મહિનામાં 2.06% ઘટ્યો છે.

નોંધ : કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.