શેન બોન્ડે રોહિત શર્મા સાથે કર્યું આવું કામ, કેમેરામાં થઈ ગયું કેદ

22 April, 2024

IPLની 17મી સિઝનની 38મી મેચ સોમવારે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ.

મેચ પહેલા રાજસ્થાનના બોલિંગ કોચ શેન બોન્ડ અને મુંબઈના પૂર્વ કેપ્ટન રોહિત શર્માનો એક વીડિયો સામે આવ્યો હતો.

બોન્ડ અને રોહિત  બંને મેદાન પર હાજર છે. રોહિતને જોઈને, બોન્ડ ચુપચાપ તેની તરફ આગળ વધે છે અને તેને પાછળથી ચુંબન કરવાનો પ્રયાસ કરે છે.

જોકે, રોહિત પોતાને બચાવે છે. બંને વચ્ચેનો આ બોન્ડ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

શેન બોન્ડ હવે રાજસ્થાનના બોલિંગ કોચ છે, આ પહેલા તે મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ પણ રહી ચૂક્યા છે.