1 ફેબ્રુઆરી 2025

સૂર્યાએ 0 રન પર  આઉટ થવામાં રોહિતની બરાબરી કરી

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી T20 શ્રેણી જો ટીમ ઈન્ડિયાના કોઈ એક ખેલાડી માટે સારી ન રહી હોય તો તે છે કેપ્ટન સૂર્યકુમાર યાદવ

Pic Credit - PTI/Instagram/Getty

જુલાઈમાં ટીમ ઈન્ડિયાનો રેગ્યુલર T20 કેપ્ટન બન્યો ત્યારથી સૂર્યાનું બેટિંગ પ્રદર્શન સતત ખરાબ થતું રહ્યું છે

Pic Credit - PTI/Instagram/Getty

ઈંગ્લેન્ડ સામેની વર્તમાન શ્રેણીમાં સૂર્યાની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે અને ભારતીય કેપ્ટન સતત નિષ્ફળ જઈ રહ્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

ચોથી T20 મેચમાં ભારતીય કેપ્ટનની હાલત એવી હતી કે તેણે પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માની  બરાબરી કરી લીધી

Pic Credit - PTI/Instagram/Getty

પરંતુ આ બરાબરી એવી છે કે જેને સૂર્યકુમાર યાદવ  ભૂલી જવા માંગશે

Pic Credit - PTI/Instagram/Getty

હકીકતમાં ચોથી મેચમાં સૂર્યકુમાર યાદવ માત્ર 4 બોલ સુધી જ ટકી શક્યો અને  ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો

Pic Credit - PTI/Instagram/Getty

આ શ્રેણીમાં બીજી વખત સૂર્યા 0 પર આઉટ થયો હતો અને આ રીતે તે T20 શ્રેણીમાં  બે કે તેથી વધુ વખત 0 પર આઉટ થનાર બીજો  ભારતીય કેપ્ટન બન્યો હતો

Pic Credit - PTI/Instagram/Getty

સૂર્યા પહેલા આ રેકોર્ડ રોહિતના નામે હતો, જે 2022માં દક્ષિણ આફ્રિકા સામે અને 2024માં અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં બે વખત  0 રને આઉટ થયો હતો

Pic Credit - PTI/Instagram/Getty