ગુજરાતની એવી લોકસભા બેઠક જ્યાં ચૂંટણી વગર ભાજપના ઉમેદવારનો થયો વિજય

22 April, 2024

ગુજરાતની સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા

બિનહરીફ ચૂંટાવા અંગે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે.

BJP ના ઉમેદવાર મુકેશ દલાલને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે.

મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાતા CR પાટીલે પણ શુભેચ્છા પાઠવી.

ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે ટ્વિટ કરી તેમણે શુભકામનાઓ આપી હતી.

સુરત લોકસભા પર મુકેશ દલાલના વિજય બાદ CMએ પણ શુભકામના આપી છે.

CM ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી શુભકામના પાઠવી હતી.

સાંસદ દર્શનાબેન જરદોશના સ્થાને ભાજપે મુકેશ દલાલને ટિકિટ આપી હતી.

મુકેશ દલાલ સુરત શહેર ભાજપ મહામંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.