27 June 2025

જો આ 3 પીણાં પીતા હોવ તો ચેતી જજો, ઉંમર '20'ની હશે પણ લાગશો '30'ના

દરેક વ્યક્તિ યુવાન રહેવા માંગે છે પરંતુ આજની ખરાબ જીવનશૈલીને કારણે લોકો ઉંમર પહેલા જ વૃદ્ધ બની જાય છે. 

ખરાબ જીવનશૈલી

મહિલાઓ હોય કે પુરુષો દરેકની સ્કિન પર ઉંમર વધવાના સંકેતો દેખાઈ આવે છે. 

ઉંમર વધવાના સંકેતો

ખીલ થવા, કરચલીઓ પડવી અને કાળા ડાઘ થવા એ વધતી ઉંમરના સંકેતો છે. 

કયા છે સંકેતો?

લોકો ખીલ, કરચલી અને કાળા ડાઘને રોકવા માટે અલગ અલગ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. 

અલગ અલગ પ્રોડક્ટ

હવે ખરી વાત તો એ છે કે, ત્વચાની સંભાળ રાખવા અને વૃદ્ધત્વ જલ્દી ન આવે તે માટે યોગ્ય આહાર તેમજ હાઇડ્રેશન પર ધ્યાન આપવું જરૂરી છે.

વૃદ્ધત્વની પ્રક્રિયા

નિષ્ણાતોના મતે, ત્રણ પીણાં એવા છે કે જેને પીવાથી વૃદ્ધત્વની પ્રક્રિયા ઝડપી બની જાય છે. 

કયા ત્રણ પીણાં?

મોટાભાગના લોકો કોફીનું સેવન વધુ કરતાં હોય છે પરંતુ જો કોફી વધારે માત્રામાં પીવામાં આવે તો આપણી ત્વચા સુકાઈ જાય છે. 

કોફી

કોફી એક મૂત્રવર્ધક પદાર્થ છે, જે આપણા શરીરમાંથી પાણીને દૂર કરે છે. 

મૂત્રવર્ધક પદાર્થ

દારૂ પીવાથી આપણા શરીરને નુકસાન થાય છે અને એમાંય ખાસ વાત તો એ કે આની અસર ચામડી પર વધુ જોવા મળે છે. 

દારૂ

દારૂ આપણા શરીરને અને ચામડીને ડિહાઇડ્રેટેડ કરે છે. આના થકી ચામડી સુકાઈ જાય છે અને બળતરા પણ થવા લાગે છે. 

ચામડી ડિહાઇડ્રેટ કરે

એનર્જી ડ્રિંક્સ પીવાથી પણ જલ્દી વૃદ્ધત્વ આવી શકે છે. આ ડ્રિંક્સ સ્કિનને અંદરથી નુકસાન પહોંચાડે છે. 

એનર્જી ડ્રિંક્સ

એનર્જી ડ્રિંક્સમાં સુગરનું પ્રમાણ વધારે હોય છે, જે આપણી સ્કિનને ઢીલી બનાવે છે. 

સુગર લેવલ હાઈ