24 october 2024

આ લોકોએ ભૂલથી પણ ના ખાવું જોઈએ ફ્લાવર, જાણો કેમ?

Pic credit - gettyimage

ફ્લાવરને ખૂબ જ ફાયદાકારક શાકભાજી માનવામાં આવે છે. તેમાં વિટામિન C, એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે

Pic credit - gettyimage

પરંતુ કેટલાક લોકોએ ફ્લાવરનું સેવન સાવધાની સાથે કરવું જોઈએ. કારણ કે તેના કેટલાક ગેરફાયદા પણ છે 

Pic credit - gettyimage

જે કોઈ વ્યક્તિ માટે નુકસાન કારક સાબિત થઈ શકે છે. ત્યારે ચાલો જાણીએ કોણે ફ્લાવર ના ખાવો જોઈએ.

Pic credit - gettyimage

જેમને થાઈરોઈડની સમસ્યા હોય તેમણે ફ્લાવરનુ સેવન ના કરવું  જોઈએ. કારણ કે તે T3 અને T4 હોર્મોન્સના સ્તરને અસર કરે છે.

Pic credit - gettyimage

પેટમાં ગેસ, અપચો અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓથી પીડિત લોકોએ પણ ફ્લાવરથી દૂર રહેવું જોઈએ, નહીં તો સમસ્યા વધી શકે છે

Pic credit - gettyimage

જેમને કીડની સ્ટોનની સમસ્યા છે તેઓએ સાવધાની સાથે ફ્લાવર ખાવું જોઈએ, કારણ કે તે કેલ્શિયમ અને ઓક્સાલેટને વધારી શકે છે, જેની પથરીની વૃદ્ધિ થઈ શકે છે

Pic credit - gettyimage

હાઈ યુરિક એસિડથી પીડાતા લોકોએ માત્ર મર્યાદિત માત્રામાં જ ફ્લાવર ખાવું જોઈએ. ફ્લાવરમાં સારી માત્રામાં પ્યુરિન જોવા મળે છે જે યુરિક એસિડને વધારે છે.

Pic credit - gettyimage

કેટલાક અભ્યાસો દર્શાવે છે કે જે મહિલાઓ સ્તન કેન્સરની સમસ્યાથી પ્રભાવિત છે તેઓએ ફ્લાવર ના ખાવું જોઈએ તેમના માટે તે હાનિકારક છે.

Pic credit - gettyimage