30, May 2024

યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા ફરી એકવાર ચર્ચામાં છે.

આ વખતે તેણે તેના ચાહકોને એક ખુશખબર આપી છે.

ધનશ્રી વર્મા એક ઉત્તમ ડાન્સર તો છે જ પરંતુ હવે તે સિંગર પણ બની ગઈ છે. તેનું એક ગીત ટૂંક સમયમાં રિલીઝ થવાનું છે.

ધનશ્રી વર્માએ તેનું ગીત રેકોર્ડ કર્યું છે જેનું નામ છે પરદેશી કોલિંગ. ધનશ્રીએ રેકોર્ડિંગ કરતી વખતે વીડિયો પણ શેર કર્યો છે.

ધનશ્રીનું આ ગીત સંગીત નિર્દેશક અને સંગીતકાર સલીમ મર્ચન્ટના સ્ટુડિયોમાં રેકોર્ડ કરવામાં આવ્યું છે.

જેમણે ચક દે ઈન્ડિયા, ફેશન જેવી ફિલ્મોમાં સુપરહિટ ગીતો આપ્યા છે.

ધનશ્રી ડેન્ટિસ્ટ પણ છે અને તેની સાથે તે એક ઉત્તમ કોરિયોગ્રાફર પણ છે.

તાજેતરમાં તેણે ઝલક દિખલા જા શોમાં પણ ભાગ લીધો હતો.

ધનશ્રીના પતિ યુઝવેન્દ્ર ચહલ પણ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યા છે. તે T20 વર્લ્ડ કપ માટે ન્યૂયોર્ક પહોંચી ગયો છે.