31, May 2024

શું તમે પણ રાત્રે વધારે પ્રમાણમાં પાણી પીવો છો 

image - canva

આપણા સ્વાસ્થ્યને જાળવવા માટે પાણી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં લોકોને વધુ તરસ પણ લાગે છે.

image - canva

શરીરમાં પાણીની ઉણપને કારણે ડિહાઈડ્રેશન થઈ શકે છે અને ત્વચાની ચમક ગાયબ થઈ શકે છે.

image - canva

રાત્રે સૂતા પહેલા મર્યાદિત માત્રામાં જ પાણી પીવું જોઈએ. સૂતી વખતે વધુ પડતું પાણી પીવાથી ઘણી રીતે નુકસાન થઈ શકે છે. ચાલો તેના વિશે જાણીએ.

image - canva

રાત્રે સૂવાના 1 કલાક પહેલા પાણી પીવું જોઈએ. ઉંઘતા પહેલા પાણી પીવાથી વારંવાર પેશાબ થાય છે અને તેનાથી ઉંઘ પર અસર થાય છે.

image - canva

હેલ્થ એક્સપર્ટના મતે રાત્રે વધારે માત્રામાં પાણી પીધા પછી સૂવાથી કિડનીની કામગીરી પર અસર પડી શકે છે.

image - canva

વધુ પડતું પાણી પીવાથી ઊંઘમાં ડિસ્ટર્બન્સ આવે છે અને નિયમિત રીતે પૂરતી ઊંઘ ન લેવાથી વજન વધી શકે છે.

image - canva

રાત્રે વધુ પડતું પાણી પીવાથી ઊંઘની ગુણવત્તા પર ખરાબ અસર પડે છે, જેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ થઈ શકે છે.

image - canva

જો રાત્રે વધુ પડતું પાણી પીવાથી સતત ઊંઘમાં ખલેલ પડતી હોય તો કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધી શકે છે.

image - canva

નોંધ: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. કોઈપણ પ્રકારની વિશેષ માહિતી માટે, નિષ્ણાતોની સલાહ લેવી

image - canva