સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો

17  April, 2024

જ્યારથી સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ થયું છે ત્યારથી ચાહકો ચિંતિત છે. પોલીસ તપાસ કરી રહી છે ત્યારે તેના ઘર પ્રત્યે સૌની રુચિ વધી ગઈ છે.

બાંદ્રા-બેન્ડસ્ટેન્ડ સ્થિત આ ઘરમાં સલમાન લગભગ 40 વર્ષથી રહે છે. તે તેના ગ્રાઉન્ડ ફ્લોર પર 1BHKમાં રહે છે. 

સલમાને પોતે કહ્યું હતું કે તેણે તેના ગ્રાઉન્ડ ફ્લોરના ફ્લેટના હોલની દિવાલ તોડીને રૂમમાં મર્જ કરી દીધી હતી. તેનું જિમ પણ ત્યાં છે.

2900 કરોડની નેટવર્થ ધરાવતા સલમાન આ નાના ઘરમાં રહે છે જેથી તે પોતાના માતા-પિતા અને પરિવારની નજીક રહી શકે. આ ઘરની કિંમત લગભગ 114 કરોડ છે.

આ સિવાય સલમાન ખાન પાસે મુંબઈમાં બીજા પણ ઘણા ફ્લેટ છે. તેમનો એક ફ્લેટ કાર્ટર રોડ પર છે, જ્યારે બીજો વરલીમાં સ્ટર્લિંગ સી-ફેસ પર છે.

મુંબઈ સિવાય સલમાન ખાનનું પનવેલમાં પણ એક ફાર્મ હાઉસ છે, જ્યાં તે રજાઓ અને પાર્ટીઓ કરે છે. આ ફાર્મહાઉસ 150 એકરમાં ફેલાયેલું છે.

એક અહેવાલ મુજબ, સલમાન ખાનનું મુંબઈમાં મલાડ અને બોરીવલી પાસેના ગોરાઈ બીચ પર હોલિડે હોમ પણ છે.