5 માર્ચ 2025

રોહિત શર્મા બન્યો  નંબર-1 કેપ્ટન

ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં  જગ્યા બનાવી

Pic Credit - PTI/Instagram/Getty

ભારતે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવ્યું અને સતત ત્રીજી વખત આ ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કર્યો

Pic Credit - PTI/Instagram/Getty

આ સાથે, રોહિત શર્મા ચારેય ICC ટુર્નામેન્ટની ફાઈનલમાં પોતાની ટીમને પહોંચાડનાર પ્રથમ કેપ્ટન બન્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

રોહિતની કેપ્ટનશીપ હેઠળ, ભારતે સૌપ્રથમ 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમી હતી પરંતુ ત્યાં ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયા હારી ગઈ હતી

Pic Credit - PTI/Instagram/Getty

પછી તે જ વર્ષે, ટીમ 2023 ODI વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી, પરંતુ ફરી એકવાર ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો

Pic Credit - PTI/Instagram/Getty

આ પછી, રોહિતની કેપ્ટનશીપમાં ભારત 2024 T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું અને સાઉથ આફ્રિકાને હરાવી ચેમ્પિયન બન્યુ

Pic Credit - PTI/Instagram/Getty

હવે 2024 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચવાની સાથે જ રોહિતે કેપ્ટન તરીકે મોટી સિદ્ધિ હાંસલ કરી છે, જે દુનિયાનો કોઈ કેપ્ટન હાંસલ કરી શક્યો નથી

Pic Credit - PTI/Instagram/Getty

રોહિત મેન્સ ક્રિકેટની ચારેય ICC ટુર્નામેન્ટ (T20 વર્લ્ડ કપ, ODI વર્લ્ડ કપ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ, ચેમ્પિયન્સ ટ્રોફી) ની ફાઈનલમાં પહોંચવાની સિદ્ધિ હાંસલ કરી

Pic Credit - PTI/Instagram/Getty