14/01/2024    

T20માં રોહિત શર્માએ નોંધાવ્યો મોટો રેકોર્ડ 

Image : BCCI

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સિરીઝની બીજી મેચ રમાઈ

ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે જીત નોંધાવી

રોહિત શર્માએ આ મેચમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે 

રોહિત શર્મા 150 T20 ઇન્ટરનેશનલ રમનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વર્ષ 2007માં ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું

ભારતે 2007માં T20 વર્લ્ડ કપ જીત્યો ત્યારે રોહિત શર્મા ભારતીય ટીમનો ભાગ હતો

અત્યાર સુધી રોહિત શર્માએ 149 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 3853 રન બનાવ્યા છે

T20માં રોહિત શર્માના નામે 4 સદી છે, તો 29 અડધી સદી ફટકારી છે