અમદાવાદમાં સુરામયા બંગલોઝના રહિશો બન્યા રામભક્તિમાં લીન 

22 Jan 2024

સુરામયા બંગલોઝના રહીશો ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરતા જોવા મળ્યા

નાના મોટા સહુ કોઈ પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી ઉજવણી કરતા જોવા મળ્યા. ફટાકડા ફોડી, ગરબા ગાઈ સહુ કોઈ રામના આગમનના વધામણા કરતા દેખાયા

સુરામયા બંગલોઝના સ્થાનિકોએ રામની પ્રતિમા સોસાયટીમાં લાવી રામભક્તિ કરતા દેખાયા

અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે જેનો આનંદ દરેક દેશવાસીના ચહેરા પર છલકી રહ્યો છે

માત્ર અયોધ્યા જ નહીં તમામ દેશવાસીઓ રામભક્તિમાં લીન બન્યા છે. દિવાળીની જેમ દેશવાસીઓ ઉજવણી કરી રહ્યા છે.

સુરામયા બંગલોઝના સ્થાનિકોએ પણ ઉજવણીમાં કોઈ કસર છોડી ન હતી. દિવાળીની જેમ જ નવા કપડા, ફટાકડા ફોડી પ્રાણ પ્રતિષ્ટા મહોત્સવની ઉજવણી કરી

સુરામયા બંગલોના રહીશોએ ભગવાન રામની પ્રતિમા સાથે શોભાયાત્રાનું પણ આયોજન કર્યુ હતુ. આ દરમિયાન ભગવાન રામ આયે હૈ ના ગીતો પર સહુ કોઈ જુમી ઉઠ્યા હતા

અમદાવાદમાં ઠેર ઠેર રામના આગમનના વધામણા માટે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા.

શ્રી રામને આ 5 પ્રકારના પ્રસાદ અત્યંત પ્રિય છે

Pic - social media