પ્રેગ્નન્ટ પત્નીને એકલી મૂકીને આ એક્ટ્રેસ સાથે બનારસમાં જોવા મળ્યો રણવીર સિંહ

15 April, 2024

બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ આ દિવસોમાં પોતાની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે.

દીપિકાએ તાજેતરમાં તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જાહેરાત કરી હતી કે તે માતા બનવાની છે.

જોકે આ વચ્ચે દિપીકાને ઘરે એકલી મૂકી રણવીર સિંહ બીજી એક્ટ્રેસ સાથે વારાણસીમાં જોવા મળ્યો હતો.

ભારતીય લઘુમતી ફાઉન્ડેશન દ્વારા કાશીના ગંગા ઘાટ પર બે દિવસીય કાર્યક્રમ 'ધરોહર કાશી કી'નું આયોજન કરવામાં આવ્યું છે.

આ શોમાં રણવીર અને કૃતિએ પણ રેમ્પ પર વોક કર્યું હતું અને પોતાની ફેશનને ફ્લોન્ટ કરી હતી.

કૃતિની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં બનારસી પોશાકમાં રણવીર અને કૃતિનો લુક જોવા જેવો છે.

કામ અને પ્રમોશનને લઈ બોલિવુડ એક્ટર હાલમાં સતત વ્યસ્ત રહેતા હોય છે.

જોકે અનેક વાર રણવીર સિંહ દીપિકાની કેર કરતો પણ જોવા મળ્યા હતા.

હાલમાં આ કાર્યક્રમમાં કૃતિ સેનન અને રણવીરનું આઉટફિટ એક દમ શાનદાર લાગી રહ્યું હતું.