પેટ્રોલ-ડીઝલ ભરાવતી વખતે માત્ર '0' નહીં આ વસ્તુ પણ ચકાસવી ખૂબ જરૂરી

11 ડિસેમ્બર, 2024

પેટ્રોલ ભરતા પહેલા, ફ્યુઅલ ડિસ્પેન્સર મશીન પર ‘શૂન્ય’ દરેક લોકો જોતાં હોય છે.

પરંતુ આ દરમ્યાન તમે એક વધુ મહત્વની બાબત જોવાની તસ્દી લેતા નથી.

વાત ડેન્સિટીની છે, જેનો સીધો સંબંધ પેટ્રોલ/ડીઝલની શુદ્ધતા સાથે છે.

તેના ધોરણો સરકાર દ્વારા જ નક્કી કરવામાં આવ્યા છે.

તમારે જાણવું જરૂરી છે કે આ શુદ્ધતા સ્કેલ શું છે અને તમે તેને કેવી રીતે ચકાસી શકો છો.

દરેક પદાર્થની ચોક્કસ ઘનતા હોય છે. ઇંધણની બાબતમાં પણ એવું જ છે. સરકારે તેના ધોરણો નક્કી કર્યા છે.

પેટ્રોલની શુદ્ધતા ઘનતા 730 થી 800 કિલોગ્રામ પ્રતિ ઘન મીટર (kg/m3) છે.

જ્યારે ડીઝલની શુદ્ધતા ઘનતા 830 થી 900 kg/m3 ની વચ્ચે હોવાનું કહેવાય છે.