ભારતના ધડાધડ ડ્રોન હુમલાથી ગભરાયા પાકિસ્તાની, ગૂગલને કરવા લાગ્યા આ સવાલ
9 May 2025
By: Mina Pandya
પાકિસ્તાનમાં હાલ ડરનો માહોલ છે. આ પહેલા કાલે પાકિસ્તાનમાં ભારતે ડ્રોન અને મિસાઈલ હુમલાનો નાપાક પ્રયાસ કર્યો જેને ભારતીય સેનાએ નિષ્ફળ કરી દીધો હતો
ગત રાત્રે BSF એ લાંબા સાંબામાં ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે, પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી કરી રહેલા 7 ઘૂસણખોરોને ઠાર કરી દેતા છે.
ભારતના 'ઓપરેશન સિંદૂર' થી ગભરાયેલા પાકિસ્તાનની સેનાએ ગુરુવારે રાત્રે ભારત અને ઉત્તરી અને પશ્ચિમી ક્ષેત્રોમાં અનેક સૈન્ય છાવણીઓ પર ડ્રોન અને મિસાઈલ હુમલાના પ્રયાસો નિષ્ફળ કર્યા છે. પરંતુ ભારતે S-400 એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે.
ગત રાત્રે ભારતે પાકિસ્તાનમાં હવાઈ હુમલાના પ્રયાસોને પસ્ત કર્યા બાદ જમ્મુ કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના સાત આતંકવાદીઓને ઠાર કર્યા છે.
ભારતીય સેનાએ જણાવ્યુ કે 8 અને 9 મે 2025ની રાત્રે પાકિસ્તાનની સેનાએ પશ્ચિમી સરહદ પર એકસાથે હવાઈ હુમલાઓ કર્યા, પાકિસ્તાન તરફથી ડ્રોન અને અન્ય હથિયારો દ્વારા ભારતીય સેનાને નિશાન બનાવવામાં આવી હતી.
ભારતે જડબાતોડ જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાની ગભરાયા છે અને ગૂગલ પર પૂછી રહ્યા છે કે ભારત પાસે કેટલા ડ્રોન છે.
આ ઉપરાંત X પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમા એવુ કહેવાઈ રહ્યુ છે કે પાકિસ્તાને તેના મિત્ર રાષ્ટ્રો પાસે લોન માગી છે યુદ્ધના કારણે ભારે નુકસાન ગયુ છે. આથી પાકિસ્તાનને હવે પૈસાની જરૂર છે.