8-3-2024

નારંગીની છાલના છે અનેક ઘરગથ્થુ ઉપયોગ, ગૃહિણીઓ કરો આ રીતે ઉપયોગ

Pic - Freepik

નારંગી માત્ર પોષક તત્વોથી જ સમૃદ્ધ નથી,પરંતુ તેની છાલ પણ ગુણોનો ભંડાર છે, તેનો ઉપયોગ તમારી ત્વચા અને ઘરગથ્થુ હેતુઓ સહિત ઘણા પ્રકારે થઈ શકે છે

  નારંગીની છાલને તડકામાં સૂકવીને ગ્રાઇન્ડરમાં નાખીને તેનો ઝીણો પાવડર બનાવીને એક ડબ્બામાં રાખો, હવે તમે ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો

નારંગીની છાલનો પાઉડર, એક ચપટી હળદર, ચંદન પાવડર અને ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરા પર નિખાર આવે છે

નારંગીની છાલને એક ગ્લાસ પાણીમાં ઉકાળો અને તેમાં એક ચમચી ડિશ વોશિંગ લિક્વિડ નાખો, આમ કરવાથી સિંકના બધા દાગ સાફ થઈ જાય છે

જો સ્ટીલના વાસણો પર કાટ લાગી ગયો હોય તો ગરમ પાણીમાં નારંગીની છાલનો પાવડર નાખીને તેમાં બધા વાસણો બોળીને થોડીવાર પછી સાફ કરી લો

નારંગીની છાલનો ઉપયોગ ઘણી વાનગીઓમાં સ્વાદ ઉમેરવા માટે પણ કરી શકાય છે, તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.