મનિકા બત્રાનો સ્ટાઇલિશ લુક

02 Aug 2024

ભારતની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા પેરિસ ઓલિમ્પિક 2024માં મેડલ જીતવાથી ચૂકી ગઈ. તેને સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

હાર છતાં તેણે ઈતિહાસ રચ્યો. તે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય ખેલાડી બની હતી.

પોતાની રમત સિવાય મનિકા બત્રા તેની ગ્લેમરસ સ્ટાઈલ અને સુંદરતાને કારણે પણ ઘણી વાર સમાચારોમાં રહે છે.

સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી મનિકા દેખાવના મામલે બોલિવૂડ અભિનેત્રીઓ અને મોડલ્સ સાથે સ્પર્ધા કરતી જોવા મળે છે.

પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપતી આ મહિલા એથ્લેટ પર દરેક પ્રકારના આઉટફિટ અદ્ભુત લાગે છે.

ફેશન ટ્રેન્ડને સારી રીતે અનુસરતી મનિકા ઘણીવાર એથનિક ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે.

મનિકાની સ્માઇલ અને કિલર લુક તેના એકંદર દેખાવમાં ચાર્મ ઉમેરે છે.

વન પીસમાં મનિકા ખરેખર એક અપ્સરાથી ઓછી દેખાતી નથી.

જ્યારે મનિકા લહેંગા-ચોલી જેવા આઉટફિટ્સમાં તેની સાદગીથી ચાહકોનું દિલ જીતી લે છે.

મનિકાનો જન્મ 14 જૂન 1995ના રોજ દિલ્હીમાં થયો હતો. તે 4 વર્ષની ઉંમરથી ટેબલ ટેનિસ રમી રહી છે