લવિંગનું તેલ શરીરની અનેક સમસ્યાઓ કરે છે દૂર

01 Aug, 2024

લવિંગમાં રહેલા ઔષધીય ગુણો શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

ડાયટિશિયન નેહા પઠાનિયાના જણાવ્યા અનુસાર, 'લવિંગનું તેલ શરીર પર લગાવવાથી માથાનો દુખાવો અને ત્વચા સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે.

લવિંગમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો જોવા મળે છે, જે શરીર માટે ફાયદાકારક છે.

લવિંગનું તેલ માથાનો દુખાવો મટાડવામાં મદદ કરે છે. લવિંગના તેલથી માથામાં માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ સારી રીતે કામ કરે છે, જેનાથી માથાનો દુખાવો મટે છે.

લવિંગનું તેલ માંસપેશીઓનો દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે, જે સ્નાયુઓને આરામ આપે છે. આ ઉપરાંત તેને લગાવવાથી શરીરમાં સોજો પણ ઓછો થાય છે.

લવિંગ તેલ તણાવ દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ કરવાથી માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે.

લવિંગનું તેલ શરદી અને ઉધરસથી રાહત અપાવવામાં મદદ કરે છે. આને લગાવવાથી સિઝનલ ઈન્ફેક્શન પણ મટી જાય છે.

લવિંગનું તેલ વાળ માટે ફાયદાકારક છે. આને લગાવવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. સાથે જ તે ડેન્ડ્રફની સમસ્યાને પણ દૂર કરે છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિત ફક્ત આપની જાણકારી માટે છે.

All Photos - Canva