સિગારેટમાં ક્યા-ક્યા કેમિકલ હોય છે?

13 March 2024

Pic credit - Freepik

ધૂમ્રપાન સંબંધિત જાગૃતિ ફેલાવવા દર વર્ષે માર્ચના બીજા બુધવારે 'નો સ્મોકિંગ ડે' ઉજવવામાં આવે છે.

નો સ્મોકિંગ ડે

આ વર્ષે આ દિવસ 13 માર્ચે ઉજવવામાં આવે છે. ચાલો આજે જાણીએ કે સિગારેટમાં શું હોય છે.

સિગારેટમાં શું હોય છે?

અમેરિકન લંગ એસોસિએશનના રિપોર્ટ અનુસાર સિગારેટમાં લગભગ 600 પ્રકારની વસ્તુઓ હોય છે.

600 પ્રકારની વસ્તુઓ

સિગારેટ સળગાવવામાં આવે ત્યારે તેમાંથી 7 હજારથી વધુ રસાયણો બને છે. તેમાંથી 69 કેન્સર કરતાં કેમિકલો છે.

7 હજારથી વધુ રસાયણો

રિપોર્ટ અનુસાર તમાકુના ધુમાડામાં આર્સેનિક હોય છે. જેનો ઉપયોગ ઉંદર મારવાનું ઝેર બનાવવામાં થાય છે.

આર્સેનિક

ધુમાડામાં એસીટોન હોય છે, જે નેલ પોલિશ રિમુવરમાં જોવા મળે છે. કાર્બન મોનોક્સાઇડ જે કારના ધુમાડામાં બહાર આવે છે.

નેલ પોલિશ રિમુવર

આ સિવાય તમાકુના ધુમાડામાં નિકોટિન પણ હોય છે જેનો ઉપયોગ જંતુનાશક તરીકે થાય છે.

જંતુનાશક રસાયણ

સિગરેટ પીવાથી પીવા વાળા લોકોને તો નુકસાન થાય જ છે. પણ જે લોકો તેનો ધુમાડો શ્વાસમાં લે છે તેને પણ નુકસાન થાય છે.

નુકસાન