મુકેશ અંબાણી સાથે લગ્ન કર્યા પહેલા નીતા અંબાણી શું કરતાં હતા?

17 March, 2024 

મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીનો જન્મ 1 નવેમ્બર 1963ના રોજ મુંબઈમાં થયો હતો.

નીતા અંબાણી ત્યારે નીતા દલાલ હતા. તેમના પિતાનું નામ રવિન્દ્રભાઈ દલાલ હતું.

નીતાનો મધ્યમ વર્ગનો પરિવાર હતો. પિતા આદિત્ય બિરલા ગ્રુપમાં કામ કરતા હતા.

નીતાએ 6 વર્ષની ઉંમરે શાસ્ત્રીય નૃત્યની તાલીમ લેવાનું શરૂ કર્યું.

20 વર્ષની ઉંમરે નીતાએ મુંબઈની એક નાની સ્કૂલમાં ડાન્સ શીખવવાનું શરૂ કર્યું.

નીતા અંબાણીને ડાન્સ શીખવવા માટે દર મહિને 800 રૂપિયા મળતા હતા.

મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણી એક ડાન્સ પ્રોગ્રામ દરમિયાન નીતાને મળ્યા હતા.

આ પછી નીતાનું જીવન બદલાઈ ગયું. નીતાએ 1985માં મુકેશ અંબાણી સાથે લગ્ન કર્યા હતા.

આજે નીતા અંબાણી દેશના સૌથી ધનિક પરિવારના સૌથી મહત્વપૂર્ણ સભ્ય છે.