15/1/2024

અન્ય ભાગોની જેમ વાળ અને નખ પણ આપણા શરીર સાથે જોડાયેલા છે

 

જો કે વાળ અને નખ  કાપવાથી સહેજ પણ દુખાવો થતો નથી

તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ છે? અમે તમને તેના પાછળનું કારણ જણાવીશું

આપણા વાળ અને નખ મૃત કોષોથી બનેલા હોય છે

મૃત કોષોથી બનેલા હોવાથી તેને કાપવાથી દુખાવો થતો નથી

જો કે નખ કાપતા સમયે નેઇલ કટર ત્વચાને અડી જાય તો દુખાવો થાય છે

તેનું કારણ એ છે કે ત્વચાને અડીને આવેલા નખમાં કેટલાક જીવંત કોષો હોય છે

જો કે વાળ સાથે આવું થતું નથી

આ મૃત કોષોમાં નિર્જીવ પ્રોટીન હોય છે, જેને કેરાટિન પ્રોટીન કહેવામાં આવે છે.

જ્યારે શરીરમાં કેરાટિન પ્રોટીનની ઉણપ હોય ત્યારે નખ તૂટી જાય છે.