ચહેરા પર લગાવો વેજીટેબલ જ્યુસ, ચહેરો નિખરી જશે

13  January, 2023 

Courtesy: freepic

શાકભાજીનું સેવન માત્ર સ્વસ્થ રહેવા માટે જ મહત્વનું નથી પરંતુ તે ત્વચાને ચમકદાર પણ બનાવે છે કારણ કે તે અંદરથી પોષણ પ્રદાન કરે છે

શાકભાજી ખાવાથી ન માત્ર ત્વચા ચમકદાર અને સ્વસ્થ રહે છે, પરંતુ કેટલીક શાકભાજીનો રસ લગાવવાની સમસ્યા પણ દુર થાય છે

 ટોનર તરીકે ગુલાબજળ સાથે ટામેટાના રસનો ઉપયોગ કરી શકો છો, તે ડાઘ-ધબ્બા દૂર કરવામાં મદદ કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે

મુલતાની માટીને ગાજરના રસમાં ભેળવીને લગાવો. તેનાથી ફોલ્લીઓ,ફાઈન લાઈન્સ દૂર થશે અને ત્વચા યંગ અને ગ્લોઈંગ રહેશે

બીટરૂટનો રસ કરચલીઓ અને ડાર્ક સર્કલથી છુટકારો મેળવવામાં મદદરૂપ છે, તેને પીવાની સાથે તમે તેને ફેસ પેકમાં મિક્સ કરીને લગાવી શકો છો

લીંબુના રસમાં ભરપુર માત્રામાં વીટામીન C હોય છે, તે ચહેરાને ઓઇલી થતા અટકાવે છે, અને ગ્લો વધારે છે

ત્વચાને યુવાન અને સ્વસ્થ રાખવા માટે દરરોજ સનસ્ક્રીન લગાવવું અને દરરોજ ક્લીન્ઝિંગ, ટોનિંગ, મોઇશ્ચરાઇઝિંગ કરવું જરૂરી છે