આ મુસ્લિમ દેશમાં થયો હતો સૌથી ધનિક વ્યક્તિનો જન્મ 

12 July, 2024

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે.

મુકેશ અંબાણીનો પરિવાર ચર્ચામાં રહે છે. પરંતુ શું તમે જાણો છો કે મુકેશ અંબાણીનો જન્મ ક્યાં હતા?

2021માં આયોજિત કતાર ઇકોનોમિક ફોરમમાં મુકેશ અંબાણીને તેમના મધ્ય પૂર્વ સાથેના જોડાણો વિશે સવાલ કરવામાં આવ્યા હતા.

મુકેશ અંબાણીએ જવાબ આપ્યો હતો, 'મને લાગે છે કે મારો જન્મ યમનમાં થયો છે કારણ કે મારા પિતા એક યુવાન ભારતીય તરીકે યમન ગયા હતા.'

મુકેશ અંબાણીએ આગળ જવાબ આપતા કહ્યું- 'મારા પિતા (ધીરુભાઈ અંબાણી) ઘણીવાર કહેતા હતા કે મારી પાસે અરબી લોહી છે.

યમન એક ઇસ્લામિક દેશ છે. યુએસ સરકારનો અંદાજ છે કે 99 ટકાથી વધુ વસ્તી મુસ્લિમ છે.

ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી 2024ની યાદીમાં ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી વિશ્વના ટોચના 10 સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ છે.