9-3-2024

શેરડીના રસનું સેવન કરશો તો અનેક બીમારીઓ રહેશે દૂર

Pic - Freepik

ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને હાઈડ્રેડ રાખવુ ખૂબ જ જરુરી છે.

શેરડીના જ્યુસમાં ડાયેટરી ફાઈબરની હાજર હોવાથી પાચન સુધરે છે.

કાચી શેરડીનો રસ પીવાથી એકંદરે કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ મળે છે જે હૃદયના રોગોને અટકાવે છે.

શેરડીનો રસ કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ  જેવા તત્વો હોવાથી હાડકાં મજબૂત બનાવે છે.

જ્યૂસમાં ડાયેટરી ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જેના પગલે વજન ઘટાડવામાં મદદ કરે છે.

શેરડીના રસમાં જોવા મળતા એમિનો એસિડ સ્ટ્રેસ હોર્મોન્સના સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે. જેના પગલે તણાવ ઓછો થાય છે.

શેરડીમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા ખનિજો હોય છે જે દાંતના મીનોને સુરક્ષિત કરે છે અને દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

પોટેશિયમથી ભરપૂર શેરડીનો તાજા રસનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણ થાય છે.(નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)