21-3-2024

ઘરે બનાવો જંતુનાશક સ્પ્રે, અપનાવો આ સરળ ટીપ્સ

Pic - Freepik

ઘણી વખત વૃક્ષો અને છોડમાં જીવાત પડવાના કારણે બગડી જાય છે. આજે આપણે ઘરે જંતુનાશક સ્પ્રે બનાવીશું.

મરચામાંથી જંતુનાશક બનાવવા માટે 50 ગ્રામ મરચાને 1 લીટર પાણીમાં ઉકાળો અને તેને ગાળીને બોટલમાં ભરી લો.

લીમડાના તેલમાંથી તમે કુદરતી જંતુનાશક બનાવી શકાય છે. તેને બનાવવા માટે 1 લીટર પાણીમાં 10 મિલી લીમડાનું તેલ મિક્સ કરીને બોટલ ભરી લો.

લસણમાંથી જંતુનાશક પણ બનાવી શકાય છે. 1 લીટર પાણીમાં 100 ગ્રામ લસણ ઉકાળો લો. આ પાણીને છોડ પર છાંટી શકાય છે.

સાબુ ​​પાણી પણ કુદરતી જંતુનાશક છે. તેને બનાવવા માટે, 1 લીટર પાણીમાં 10 ગ્રામ સાબુ ઓગાળી, તેને બોટલમાં ભરો અને પછી છોડ પર સ્પ્રે કરો.

તમાકુમાં જોવા મળતું નિકોટિન પણ જંતુનાશક જેવું કામ કરે છે. તમાકુમાંથી જંતુનાશક બનાવવા માટે, તેને પાણીમાં ઓગાળીને બોટલમાં ભરો.

ઘરેલુ જંતુનાશકો બનાવવા માટે મીઠાનો ઉપયોગ કરી શકો છો. આ પાણીને તમે છોડ પર છાંટી શકો છો.

નીલગિરી તેલનો પણ ઉપયોગ જંતુનાશક દવા તરીકે કરી શકો છો. ( આ માહિતીની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી, આ અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો )