10-3-2024

ઘરમાં જ ઉગાડો હજારોની કિંમતમાં મળતા અખરોટ, અપનાવો આ સરળ ટીપ્સ 

Pic - Freepik

અખરોટ ખાવું મગજ અને હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

ઘરે અખરોટ ઉગાડવા માટે સૌથી પહેલા તાજા અને સારા અખરોટની પસંદગી કરો.

અખરોટને 2-3 દિવસ માટે પાણીમાં પલાળી લો. હવે આ અખરોટ ઉગાડવા માટે તૈયાર થઈ જશે.

અખરોટ ઉગાડવા એવુ કૂંડુ પસંદ કરો જે 10 -12 ઈંચ ઊંડો હોય. કૂંડાના તળિયે નાના નાના કાણા પાડો. 

કૂંડામાં 2-3 ઈંચ ઊંડો ખાડો બનાવો. ખાડામાં અખરોટના બીજ મુકી દો. તેના ઉપરથી માટી નાખી દો.

 અખરોટને રોપ્યા પછી તેને પાણી પીવડાવો. પરંતુ એ ધ્યાન રાખવુ કે પાણીની માત્રા વધારે ના હોય.

આ છોડને સૂર્યપ્રકાશની જરૂર છે. તેથી તેને સૂર્યપ્રકાશમાં રાખો. પરંતુ તેને સીધા સૂર્યપ્રકાશથી સુરક્ષિત કરો.  

જમીનને ભેજવાળી રાખવા માટે નિયમિતપણે પાણી આપતા રહો.થોડા વર્ષોમાં અખરોટનો છોડ ફળ આપવાનું શરુ કરશે.