11 April 2025

ગરમીમાં તમારો ફોન થઈ રહ્યો છે Overheat? તો આ રીતે રાખો કૂલ, જાણો ટ્રિક

Pic credit - google

ગરમીએ પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. આ ગરમીમાં ફક્ત માણસો અને પ્રાણીઓ જ નહીં પરંતુ સ્માર્ટફોન પણ પરેશાન થઈ રહ્યા છે.

Pic credit - google

ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેમનો ફોન  Overheat થઈ રહ્યો છે. ફોન વધુ ગરમ થવાનો અર્થ એ છે કે તેના પ્રદર્શન પર અસર.

Pic credit - google

ત્યારે  Overheatના કારણે સ્માર્ટફોનના કેટલાક ભાગોને પણ નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં, ઉનાળામાં તમે તમારા સ્માર્ટફોનને કેવી રીતે કૂલ રાખવો

Pic credit - google

તમારા ફોનને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખો, કારના ડેશબોર્ડ પર તમારો ફોન ભૂલથી પણ ના મુકવો, આનાથી હેન્ડસેટને નુકસાન થઈ શકે છે.

Pic credit - google

સ્ક્રીનની બ્રાઇટનેસ ઓછી રાખો તેનાથી ફોન ઝડપથી ગરમ નહીં થાય, તેમજ ઉપયોગમાં ન હોય ત્યારે બ્લૂટૂથ, વાઇ-ફાઇ અને અન્ય સુવિધાઓ બંધ રાખો.

Pic credit - google

જો તમારો ફોન વધુ ગરમ થઈ રહ્યો હોય, તો તેને થોડા સમય માટે એરપ્લેન મોડ પર રાખો. આનાથી ફોન ઝડપથી ઠંડો થશે.

Pic credit - google

ચાર્જ કરતી વખતે ફોનનું કવર કાઢી નાખો. આનાથી ફોન ગરમ થશે નહીં અને તમારે ઓવરહિટીંગની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

Pic credit - google

આ સિવાય, તમે ફોન સાથે કુલિંગ ફેનનો ઉપયોગ કરી શકો છો.

Pic credit - google

તમારા સ્માર્ટફોનને એવી જગ્યાએ ચાર્જ ન કરો જ્યાં ખૂબ ગરમી હોય. ફોનને એવી જગ્યાએ ચાર્જ કરો જ્યાં ગરમી ઓછી હોય.

Pic credit - google