ભાજપના સંકલ્પ પત્રમાં છે મહત્વના મુદ્દા  

14   April, 2024

PM મોદીએ કહ્યું કે યુવા એ ભારતની યુવા આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. મફત રાશન યોજના આગામી પાંચ વર્ષમાં ચાલુ રહેશે.

જનઔષધિ કેન્દ્રોનો વિસ્તાર થશે. 5 લાખની મફત સારવાર ચાલુ રહેશે. 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધોને આયુષ્માન યોજના હેઠળ આવરી લેવામાં આવશે. ભલે તે કોઇ પણ વર્ગના હોય.

યુસીસી જરૂરી, વન નેશન વન ઈલેકશનને સાકાર કરાશે.

ભ્રષ્ટાચારીઓ સામે પગલા ભરાતા રહેશે. સમાન નાગરિક ધારો જરૂરી. પક્ષથી મોટો દેશ છે.

હોમ સ્ટે અંતર્ગત મહિલાઓને વિશેષ લાભ અપાશે. ઓલમ્પિકના આયોજન માટે પુરી તાકાત લગાવાશે

અન્ન ભંડારણ યોજના જેમ શ્રી અન્ન યોજના લાગુ કરાશે. મોતીની ખેતી માટે માછીમારોને પ્રોત્સાહન અપાશે

તમિલ ભાષાના વિકાસ માટે પુરતા પ્રયાસ કરાશે. જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરાશે

પ્રવાસનના વિકાસ માટે ગ્લોબલ ટુરીઝમને વર્લ્ડ હેરીટેઝ સાથે જોડી દેવાશે. નવા ઈકો ટુરીઝમ સેન્ટર શરૂ કરાશે

સર્વાઈકલ કેન્સરથી મુક્તિ માટે અભિયાન ચલાવાશે.

મુદ્રા લોન અંતંર્ગત 20 લાખની મર્યાદા કરાશે. દિવ્યાંગને પીએમ આવાસ યોજનામાં પ્રાધાન્ય અપાશે