કથાકાર જયા કિશોરીએ વિદ્યાર્થીઓને આપ્યો સફળતાનો મૂળ મંત્ર 

25 March, 2024 

પ્રેરક વક્તા અને કથાકાર  જયા કિશોરી તેમના વિચારો માટે ખૂબ જ પ્રખ્યાત છે.

કોલેજના કાર્યક્રમમાં  જયા કિશોરીએ વિદ્યાર્થીઓને જીવનમાં સફળ થવા માટે મહત્વની બાબતો વિશે જણાવ્યું હતું.

તેમણે એ પણ કહ્યું કે, માતા-પિતાએ બાળકોને તેમની સફળતા કરતાં વધુ મહત્વ આપવું જોઈએ.

આ વાતને એવી રીતે સમજો કે તમે બનતા પ્રયત્નો કર્યા પણ પરિણામ તમારી અપેક્ષા મુજબ ના આવ્યા. આવી સ્થિતિમાં ગભરાવાના બદલે વિચારો કે તમારો પરિવાર તમને કેટલો પ્રેમ કરે છે.

કોઈપણ ખોટો નિર્ણય લેતા પહેલા તમારે વિચારવું જોઈએ કે તમે તમારા માતા-પિતા માટે સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છો.

સફળતા માટે એ જરૂરી છે કે તમે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. મનને શાંત કરવા માટે આધ્યાત્મિકતા સાથે જોડાવું શ્રેષ્ઠ છે.

સૌથી પહેલા તમારે તમારી અંદર રહેલી ખામીઓને ઓળખવી જોઈએ અને તેને બદલવી જોઈએ. સફળ થવા માટે પોતાની અંદર રહેલી ખામીઓને દૂર કરવી જરૂરી છે.

જીવનમાં કંઈક સારું કરવા અને સફળ થવા માટે શીખતા રહેવું જરૂરી છે. તમારે તમારા માર્કસ પર નહીં પણ શીખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.