06 March 2024

શાનદાર છે ઈશા અંબાણીનું આ બ્લાઉઝ! સોના અને હીરાથી જ નહીં પરંતુ અનેક રત્નોનો થયો છે ઉપયોગ

(Credit Source : Abu Jani Sandeep Khosla Instagram)

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ પ્રી-વેડિંગ સેલિબ્રેશનની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. ત્રણ દિવસ સુધી ચાલેલા આ સેલિબ્રેશનમાં અંબાણી પરિવારનો અલગ જ રંગ હતો.

દેશ-વિદેશના દિગ્ગજોએ પણ અનંતના પ્રિ-વેડિંગમાં હાજરી આપી હતી. તેના દરેકના સ્ટાઇલ અને લુક જોવા જેવા હતા. આવી સ્થિતિમાં અનંતની મોટી બહેન ઈશા અંબાણી પણ પાછળ થોડી રહે!

ઈશા અંબાણી સેલિબ્રેશન દરમિયાન અલગ-અલગ દિવસોમાં અલગ-અલગ લુકમાં જોવા મળી હતી. સ્ટડેડ ટોપથી લઈને સ્ટડેડ બ્લાઉઝ સુધી, ઈશા અંબાણીએ ઘણા શાનદાર ફેશન સ્ટેટમેન્ટ આપ્યા છે.

ઈશાએ નાના ભાઈ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સાઈનિંગ સેરેમનીમાં સુંદર જ્વેલરી બ્લાઉઝ પહેર્યું હતું. જેને પ્રખ્યાત ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યું હતું.

ડિઝાઇનરે વીડિયો શેર કરીને કહ્યું છે કે, તેણે આ બ્લાઉઝમાં ઈશાની કેટલીક નવી-જૂની જ્વેલરી અને ગુજરાત અને રાજસ્થાનથી લાવીને કેટલીક નવી જ્વેલરી એડ કરી છે.

(Credit Source : Vogueindia)

ઈશા અંબાણીની આ બ્લાઉઝ ખૂબ જ કિંમતી હતી. તેમાં પુલકીથી માંડીને રૂબી, નીલમણિ, હીરા વગેરે અનેક રત્નો જડ્યા છે. ડિઝાઇનરે આ બધાને પોતાના હાથથી બ્લાઉઝમાં સ્ટીચ કર્યા હતા.

ઈશા અંબાણી માટે આ અદ્ભુત અમૂલ્ય બ્લાઉઝ બનાવવાનો વિચાર તેના સ્ટાઈલિશ અનૈતા શ્રોફ અદાજાનિયાનો હતો. તેણે જ ડિઝાઇનર અબુ જાની સંદીપ ખોસલાને બ્લાઉઝ તૈયાર કરવા કહ્યું હતું.

ઈશા અંબાણીનો આ લુક ખૂબ જ સુંદર લાગતો હતો. તેણે આ બ્લાઉઝને શાનદાર ડિઝાઈન કરેલા લહેંગા સાથે પહેર્યું હતું.