તમારી મનપસંદ કેરી કાર્બાઈડથી પકવેલી છે કે નહીં? કેવી રીતે ચકાસશો?

19 May 2025

Pic credit - Freepik

હાલ ગુજરાતમાં કેરીની સીઝન બરાબર જામી છે. ઠેકઠેકાણે જાત-જાતની કેરી વેચાઈ રહી છે અને રસિયાઓ હોંશે હોંશે ખાઈ પણ રહ્યા છે.

જો કે નિષ્ણાંતોનું કહેવુ છે કે બજારમાં મળતી 99 % કેરી કાર્બાઈડથી પકવેલી હોય છે.

ત્યારે એ જાણવુ જરૂરી બની જાય છે કે કેરી કેલ્શિયમ કાર્બાઈડથી પકાવેલી છે કે ઈથિલીનથી

સામાન્ય રીતે કેરીની છાલનો રંગ વિવિધતાના આધારે બદલાય છે. જ્યારે રસાયણોથી પકવેલી મોટાભાગની કેરીની છાલ પુરેપુરી પીળી અથવા નારંગી હોય છે.

કુદરતી રીતે પાકેલી કેરી સંપૂર્ણપણે સમાન રંગની હોતી નથી, તે અમુક જગ્યાએ લીલી તો અમુક જગ્યાએથી પીળી દેખાશે

કુદરતી રીતે પાકેલી કેરીની સુગંધ અને મીઠાશ મોં મા ઓગળી જાય છે. 

જ્યારે રસાયણોથી પકવેલી કેરી મીઠાશ તો આપશે પરંતુ મોં મા જતા થોડી બળતરા પણ અનુભવાય છે. 

જો રસાયણોનો ઉપયોગ કરીને કેરી પકવવામાં આવે તો તેનુ ફળ નાનું હોઈ શકે છે.

રસાયણોથી પકવેલી કેરીને સમય પહેલા જ પકવવામાં આવે છે, ઉપરાંત કેરીમાંથી રસ ટપક્તો જોવા મળે તો તેને કેમિકલથી પકવેલી હોઈ શકે છે.

કુદરતી પાકેલી અને રસાયણોથી પકવેલી કેરીને પાણીમાં નાખીનને પણ ચકાસી શકાય છે, જે કેરી તરત જ તરવા લાગે તે કેમિકલથી પકવેલી હોઈ શકે છે.