મલિંગાની નકલ કરવા ગયો સચિનનો દીકરો અર્જુન તેંડુલકર

15 April, 2024

અર્જુન તેંડુલકરે જમણા હાથે બોલિંગ કરીને મલિંગાની નકલ કરી 

IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન કઈ ખાસ રહ્યું નથી.

મોટી વાત એ છે કે મુંબઈએ અત્યાર સુધી અર્જુન તેંડુલકરને તક આપી નથી અને તે આ સિઝનમાં બેન્ચ પર બેઠો છે.

જોકે અર્જુન જોરશોરથી પ્રેક્ટિસ કરી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે અર્જુન તેંડુલકરનો એક વીડિયો શેર કર્યો છે.

અર્જુન પહેલા તેના રાઇટ હેન્ડથી લસિથ મલિંગાની નકલ કરે છે, પરંતુ બોલ આમતેમ જાય છે.

આ પછી તેણે લેફ્ટ હેન્ડથી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. લેફ્ટ હેન્ડથી બોલિંગ કર્યા બાદ અર્જુને સતત બે યોર્કર ફેંક્યા.

આ દરમિયાન અર્જુન તેંડુલકરે એક સમયે સિંગલ સ્ટમપિન્ગ પણ માર્યો હતો. અર્જુનની બોલિંગ જોઈને મલિંગા પણ ખુશ દેખાઈ રહ્યો હતો.

લેફ્ટ હેન્ડ ઓલરાઉન્ડર અર્જુને IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ માટે ચાર મેચમાં ત્રણ વિકેટ લીધી અને 13 રન બનાવ્યા હતા.

IPL 2022ની મેગા ઓક્શનમાં અર્જુન તેંડુલકરને મુંબઈ ઈન્ડિયન્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.