Post Officeની સૌથી સસ્તી સ્કીમ, 50 રૂપિયા જમા કરાવવા પર તમને મળશે 35 લાખ રૂપિયા 

18  February 2024

Pic credit - Freepik

Gram Suraksha Yojana ગ્રામીણ લોકો માટે છે. આ યોજના રુરલ પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ યોજના હેઠળ ચલાવવામાં આવે છે.

માત્ર ગ્રામજનો માટે

ગ્રામ સુરક્ષા યોજના માટે તમે દરરોજ 50 રૂપિયાની બચત કરીને તમારા ભવિષ્ય માટે મોટી રકમ બચાવી શકો છો.

50 રૂપિયા બચાવો

આ યોજનામાં રોકાણ કરવા માટે વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 19 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 55 વર્ષની વ્યક્તિ તેમાં રોકાણ કરી શકે છે.

કોણ રોકાણ કરી શકે છે

ગ્રામ સુરક્ષા યોજનાની વીમા રકમ 10,000 રૂપિયા છે અને આ યોજનામાં વધુમાં વધુ રૂપિયા 10 લાખનું રોકાણ કરી શકાય છે.

10 લાખ રૂપિયાનું મહત્તમ રોકાણ

જો કોઈ વ્યક્તિ આ સ્કીમમાં રોકાણ કરે છે, તો પ્રીમિયમ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે જમા કરી શકાય છે.

આ રીતે ડિપોઝિટ કરો

જો કોઈ વ્યક્તિ આ પોલિસીને સરેન્ડર કરવા માંગે છે, તો તે યોજના શરૂ થયાની તારીખથી ત્રણ વર્ષ પછી તેને સરેન્ડર કરી શકે છે.

કોઈ સરેન્ડર નહીં 

પોસ્ટ ઓફિસની વેબસાઇટ અનુસાર આ સ્કીમમાં રોકાણ કરનારાઓને ચાર વર્ષ પછી લોનની સુવિધા મળે છે.

લોનની સુવિધા

જો કોઈ વ્યક્તિ દર મહિને 1500 રૂપિયા જમા કરાવે છે તો તેને સ્કીમની મેચ્યોરિટી પર લગભગ 35 લાખ રૂપિયા મળશે.

આ રીતે મળશે 35 લાખ રૂપિયા

80 વર્ષની ઉંમર પૂર્ણ થવા પર પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજનામાં રોકાણ કરનારી વ્યક્તિને સંપૂર્ણ રકમ એટલે કે 35 લાખ રૂપિયા આપે છે.

ક્યારે મળશે રૂપિયા