ક્રિકેટના મેદાનમાં જ મહિલાને દિલ દઈ બેઠો હતો આ ભારતીય ક્રિકેટર

08 ડિસેમ્બર, 2024

મોહમ્મદ શમી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે.

તમને જણાવી દઈએ કે શમીની લવ સ્ટોરી ઘણી રસપ્રદ રહી છે.

મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં પહેલીવાર 2012માં IPL મેચ દરમિયાન મળ્યા હતા.

તે દિવસોમાં હસીન જહાં કોલકાતા નાઈટ રાઈડર્સમાં ચીયર લીડર હતી.

કહેવાય છે કે શમીને પહેલી જ મુલાકાતમાં હસીન જહાં સાથે પ્રેમ થઈ ગયો હતો. ધીરે ધીરે પ્રેમ ખીલ્યો અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.

જો કે, તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને આ મામલો હાલમાં કોર્ટમાં છે.

ઉલ્લેખનીય છે કે મોહમ્મદ શમી ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાનો રહેવાસી છે.