7-3-2024

દૂધથી તમને એલર્જી છે તો આ વસ્તુઓનું સેવન કરી મેળવો પોષણ તત્વો

Pic - Freepik

દૂધને એક સમતોલ આહાર માનવામાં આવે છે. દૂધ અને દૂધની બનાવટો કેલ્શિયમના સારા સ્ત્રોત છે.

ઘણા લોકોને દૂધ પીવાનું પસંદ કરતા નથી અથવા તો તેમને એલર્જી હોય તો આ વસ્તુનું સેવન કરી શકાય છે.

રાગીમાં કેલ્શિયમની માત્રા વધારે હોવાથી તેનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે.

 બ્રોકોલી કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. બ્રોકોલી ખાવાથી શરીરને સારી માત્રામાં ફાઈબર અને વિટામિન્સ મળે છે.

કેલમાંથી  કેલ્શિયમ મેળવવા માટે તેનું શાક બનાવી શકાય છે.સૂપ,સ્મૂધી અને સલાડમાં પણ સામેલ કરી શકાય છે.

સોયાબીન તથા તેમાંથી બનાવામાં આવેલા ટોફુમાં પણ સારા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે.

ચિયા સીડ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ, પ્રોટીન અને ફાઈબર ઉપરાંત કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે.

પાલકનું સેવન કરવાથી પણ પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળે છે. (નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)