TV સ્ક્રીનને કેવી રીતે સાફ કરશો? આ ટ્રિકથી નહીં રહે ડાઘના નિશાન
Pic credit - google
આજના LED, OLED અને QLED ટીવી સ્ક્રીન ખૂબ જ નાજુક હોય છે.
Pic credit - google
જો તમે તેને ખોટી રીતે અથવા ખોટી વસ્તુઓથી સાફ કરો છો, તો તે સ્ક્રીન પર સ્ક્રેચ, ડાઘ કે કાયમી નુકસાન પહોંચાડી શકે છે. ચાલો જાણીએ શ્રેષ્ઠ રીત
Pic credit - google
ટીવી સ્ક્રીનને ક્યારેય કાગળના ટુવાલ અથવા ટીશ્યુ પેપરથી સાફ કરશો નહીં, આ સ્ક્રીનના નાજુક સ્તર પર માઇક્રો-સ્ક્રેચનું કારણ બની શકે છે.
Pic credit - google
આલ્કોહોલ આધારિત ક્લીનર્સ અથવા રબિંગ આલ્કોહોલ પણ ટીવી સ્ક્રીનના એન્ટી-ગ્લાયર TVની સ્ક્રિનને નુકસાન પહોંચાડે છે.
Pic credit - google
ટીવી સ્ક્રીન પર સીધું પાણી છાંટવું સંપૂર્ણપણે ખોટું છે. આનાથી પ્રવાહી સ્ક્રીનની કિનારીઓમાંથી પસાર થઈ શકે છે અને અંદરના ઇલેક્ટ્રોનિક સર્કિટને નુકસાન પહોંચાડી શકે છે.
Pic credit - google
આથી TV સ્ક્રિનને સાફ કરવા માટે માઈક્રોફાઈબર કાપડ અને થોડું Distilled પાણી સૌથી સલામત વિકલ્પ છે.
Pic credit - google
પહેલા સ્ક્રીન બંધ કરો, પછી તેને કપડાથી હળવેથી સાફ કરો. જો જરૂરી હોય તો, સ્ક્રીન પર નહીં, પણ કપડા પર પાણી છાંટો.
Pic credit - google
આ બાદ તે કપડાથી ટીવી સ્ક્રિનને લૂછી લો. આ તમારી TV સ્ક્રિનને કોઈ પણ રીતે નુકસાન નહીં પહોંચાડે