14-3-2024

કીડીઓને શિસ્તમાં ચાલતા શીખવે છે રાણી કીડી, જાણો કેવી રીતે થાય છે પસંદગી 

Pic - Freepik

વિશ્વમાં એન્ટાર્કટિકા સિવાય આખી દુનિયામાં કીડી જોવા મળતી હોય છે. તેને જોઈને અનેક પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવતા હોય છે.

કીડીઓના એક સમુહમાં એક રાણી કીડી, નર કીડી અને મોટા પ્રમાણમાં માદા કીડીઓ હોય છે.

નર કીડીઓની પાસે પાંખો હોય છે. જ્યારે માદા કીડીઓ પાસે પાંખો હોતી નથી.

રાણી કીડી બધી જ કીડીઓમાં સૌથી મોટી હોય છે. જેનું કામ માત્ર ઈંડા મુકવાનું હોય છે.

રાણી કીડી એક જ સમયે હજારો ઈંડા મુકી શકે છે. રાણી કીડીના ગર્ભવતી થયાના થોડા દિવસમાં જ નર કીડીનું મૃત્યુ પામે છે.

કોઈ પણ માદા કીડીનો આહાર નક્કી કરે છે કે તે રાણી કીડી બની શકે છે કે નહીં 

રાણી કીડીનું આયુષ્ય ખૂબ લાંબુ હોય છે. જ્યારે અન્ય માદા કીડીનું આયુષ્ય 45 થી 60 દિવસનું હોય છે.

રાણી કીડી રસ્તામાં ફેરોમોન્સ નામનું રસાયણ છોડી દે છે. જેથી અન્ય કીડીઓ તેની પાછળ જાય એક કતાર બનાવીને ચાલે છે.