દરરોજ હજારો લોકો વિમાનમાં મુસાફરી કરે છે.

Courtesy : Social Media

16  January, 2023 

કેટલાક લોકોનું એરોપ્લેનમાં બેસવાનું સપનું હોય છે.

પરંતુ શું તમે જાણો છો કે તમે ફ્લાઈટમાં કેટલી રોકડ લઈ જઈ શકો છો?

જો તમે પણ નથી જાણતા કે પ્લેનમાં કેટલી રોકડ લઈ જઈ શકાય છે, તો તમે અહીં જાણી શકો છો.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન મુજબ તમે ડોમેસ્ટિક ટ્રાવેલ દરમિયાન વિમાનમાં 2 લાખ રૂપિયા લઈ જઈ શકો છો.

જો કે, વિદેશમાં મુસાફરી કરતી વખતે આ નિયમ લાગુ પડતો નથી.

જો તમે નેપાળ અને ભૂટાન સિવાય વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છો, તો તમને વધુમાં વધુ 3000 ડોલર સુધીનું વિદેશી ચલણ લઈ જવાની છૂટ છે.

જો તમે આનાથી વધુ લઈ જવા માંગતા હો, તો તમારે સ્ટોર વેલ્યુ, ટ્રાવેલ ચેકની જરૂર પડશે.

મતલબ કે દેશમાં 2 લાખ રૂપિયા અને વિદેશમાં 3 હજાર ડોલર લઈ જઈ શકો છો.