18 june 2025

તમારી ઉંમર પ્રમાણે તમારે રોજ કેટલું ચાલવું જોઈએ, ચાલો જાણીએ 

ફિટ રહેવા માટે ચાલવું એ જ સૌથી શ્રેષ્ઠ અને સરળ રસ્તો માનવામાં આવે છે. 

ડૉકટરો પણ સવાર અને સાંજ ચાલવાની સલાહ આપે છે. 

હવે વાત એમ છે કે, આપણી ઉંમર પ્રમાણે આપણે કેટલું ચાલવું જોઈએ? 

5-17 વર્ષના બાળકોએ અંદાજિત 60 મિનિટની કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ. 

5-17 વર્ષના બાળકોએ 15 મિનિટ જેટલું ચાલવું જોઈએ. આ સિવાય બાકીની 45 મિનિટ તેઓ બીજી કોઈ ફિઝિકલ એક્ટિવિટીમાં પણ ફાળવી શકે છે. 

18-40 વર્ષની વયના લોકોએ દરરોજ 7000 થી 10,000 સ્ટેપ્સ ચાલવું જોઈએ. ટૂંકમાં કહીએ તો, 3-5 કિમી જેટલું ચાલવું જોઈએ. 

41-60 વર્ષની ઉંમરના લોકોએ દરરોજ 2-3 કિમી ચાલવું જોઈએ. આટલું ચાલવાથી શરીરમાં સ્ફૂર્તિ બની રહે છે. 

દરરોજ ચાલવાથી અને હરવા-ફરવાથી શરીર ફિટ અને એક્ટિવ રહે છે. આનાથી શરીરમાં થાક કે નબળાઈ આવતી નથી. 

દરરોજ ચાલવાથી તમારું વજન કંટ્રોલમાં રહે છે. તમે મોટાપાથી બચી શકો છો અને શરીરની ચરબી પણ ઓછી થાય છે. 

એક રિસર્ચ મુજબ જાણવા મળ્યું છે કે, રોજ ચાલવાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે અને ડિપ્રેશન તેમજ ચિંતા તમારાથી દૂર ભાગે છે. 

રોજ ચાલવાથી હાડકાં મજબૂત થાય છે અને સાંધાનો દુખાવો થતો નથી. 

(Disclaimer: આ લેખ ફક્ત આપની માહિતી માટે છે. આથી, આ ઉપાયને ફોલો કરતાં પહેલા ડૉક્ટરની સલાહ અવશ્ય લો.)