પાણી કેવી રીતે પીવામાં આવે તો પાચન સુધરી જાય ? 

19 July, 2024

ડૉક્ટરના જણાવ્યા અનુસાર પાણી પીવા માટે હંમેશા ત્રણ નિયમો યાદ રાખવા જોઈએ

સૌથી પહેલું દરેક લોકો જાણે છે કે ઠંડુ પાણી તદન બંધ કરવું જોઈએ.

જો પાચન સુધારવું હોય તો ઠંડુ પાણી એક દમ અવોઈડ કરવાનું છે.

બીજું છે જમ્યા બાદ પાણી ન પીવું જોઈએ, ઘણા લોકોને જમ્યા બાદ પાણી પીવાની આદત હોય છે.

જમ્યા બાદ પાણી પીવાની આદત ધીરે ધીરે તમારે સંપૂર્ણ પણે છોડી દેવી જોઈએ.

ત્રીજું છે કે પાણી કેટલું પીવું જોઈએ ?

મોટાભાગે આપણને એવું હોય છે કે રોજનું ત્રણ થી ચાર લિટર પાણી પીવું જોઈએ.

ડૉક્ટરના જણાવ્યા અનુસાર વધુ પ્રમાણમાં પીધેલું પાણી પાચન માટેના રસાયણને મંદ પાડે છે.

જેથી જે વ્યક્તિને જેટલી તરસ લાગે અને વાતાવરણને અનુસાર જ પાણી પીવું જોઈએ.

પાચનની સમસ્યા વાળ દર્દીઓએ સવારે ઉઠીને તાંબાંના વાસણમાં ગરમ હુંફાળું પાણી પીવું જોઈએ જે પાચનના રસાયણોને સપોર્ટ કરે છે.