21 February 2024

તમે ફોન મુકીને ભૂલી જાવ છો? તો આ ટ્રીકથી સાયલન્ટ ફોનમાં પણ વાગશે રિંગ

Pic credit - Freepik

જો તમે પણ ફોન રાખ્યા પછી ભૂલી જાઓ છો તો આ ટ્રિક તમારા માટે છે. 

ફોન રાખ્યા પછી ભૂલી જાવ છો?

આ ટ્રિકની મદદથી તમારો ફોન કોઈપણ ખૂણામાં પડેલો હોય તો પણ તેમાં રિંગ વાગશે.

ખૂણામાં હશે તો પણ વાગશે

તમારા ફોનમાં જોરથી રિંગ વાગવા લાગશે, સૌથી સારી વાત એ છે કે સાયલન્ટ મોડ પર પણ તમારો ફોન વાગશે.

સાયલન્ટ મોડ પર પણ રિંગ વાગશે

આ માટે તમારે ફક્ત Find My Device પર જવાનું રહેશે. આ માટે તમે તમારા ઘરમાં કોઈનો ફોન કે લેપટોપ લઈ શકો છો.

Find My Device

તમારા લેપટોપ અથવા અન્ય મોબાઇલમાં તમારું Google એકાઉન્ટ લોગિન કરો.

Google એકાઉન્ટ

ગૂગલ એકાઉન્ટમાં લોગ ઇન કર્યા પછી ગૂગલ પર માય ડિવાઇસની વેબસાઇટ શોધો. આ વેબસાઇટ ખોલો અહીં તમને તમારા ફોનનું કરન્ટ લોકેશન બતાવશે.

કરન્ટ લોકેશન

સ્માર્ટફોનની વિગતો સ્ક્રીન પર બતાવવામાં આવશે. તેમાં મોબાઇલનું નામ, નેટવર્ક, બેટરી ટકાવારી, સિક્યોર ડિવાઇસ અને ઇરેઝ ડિવાઇસનો સમાવેશ થાય છે.

પ્લે સાઉન્ડ

પ્લે સાઉન્ડ પર ક્લિક કરો છો, ત્યારે તમારા ફોનમાં રિંગ વાગવા લાગશે. એક જ ક્લિકમાં તમારો ફોન ફુલ વૉલ્યૂમમાં વાગવા લાગશે.

ફુલ વૉલ્યૂમમાં રિંગ