02 june, 2024

છૂટાછેડાની ચર્ચા વચ્ચે હાર્દિક પંડયાના પત્ની નતાશા સાથે મિસ્ટ્રીમેનના ફોટો થયા વાયરલ

હાર્દિક પંડ્યાના જીવનમાં તોફાન અટકવાના કોઈ સંકેત દેખાતા નથી

મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યા બાદ તેને મેદાન અને સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો.

હવે તે પત્ની નતાશા સ્ટેનકોવિકથી અલગ થવાના સમાચારને કારણે ચર્ચામાં છે.

પંડયાની સર્બિયન પત્ની નતાશા સ્ટેનકોવિકથી અલગ થવાના અહેવાલો વચ્ચે, તે T20 વર્લ્ડ કપ 2024 રમવા માટે અમેરિકા પહોંચી ગયો છે.

આ દરમિયાન નતાશા ફિટનેસ ટ્રેનર, મોડલ અને એક્ટર એલેક્ઝાન્ડર એલેક્સ સાથે જોવા મળતાં હોબાળો મચી ગયો હતો.

નતાશાનું નામ ફિટનેસ ટ્રેનર, એક્ટર, મોડલ એલેક્ઝાન્ડર એલેક્સ સાથે જોડાવા લાગ્યું.

ખાસ કરીને છૂટાછેડાની વાતોની શરૂઆત ત્યારે થઈ જ્યારે નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ક્રિકેટરની સરનેમ 'પંડ્યા' હટાવી દીધી.

મહત્વનું છે કે આ વચ્ચે નતાશા સ્ટેનકોવિક દિશા પટાનીના બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક સાથે જોવા મળી હતી.

આ એક નહીં આવી અનેક તસવીરો નતાશા અને એલેક્ઝાન્ડરની સામે આવી ચૂકી છે.