17 June 2024

વાળ ખરતા અટકાવવા માટે તમારા આહારમાં આ ફળોનો કરો સમાવેશ

Pic credit - Freepik

આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિને વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે.

વાળ ખરવાની સમસ્યા

આ મોટે ભાગે ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાવાની આદતોને કારણે થાય છે.

લાઈફસ્ટાઈલ

વાળ ખરવાની સમસ્યાથી બચવા માટે તમારે તમારા આહારમાં કેટલાક પોષક તત્વોનો સમાવેશ કરવો જોઈએ જે વાળને મજબૂત કરશે અને વાળ ખરવાની સમસ્યા બચાવશે.

ફુડ આઈટમ

આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે કોલેજનનું ઉત્પાદન વધારે છે. આ સાથે તે તમારા વાળને મજબૂત કરવાનું પણ કામ કરે છે.

આમળા ખાઓ

પપૈયામાં વિટામિન A અને વિટામિન B5 ભરપૂર માત્રામાં હોય છે જે વાળના વિકાસમાં મદદ કરે છે. પપૈયામાં રહેલા ઉત્સેચકો પણ માથાની ચામડીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

પપૈયું

કીવીમાં વિટામીન E, C અને ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તે માથાની ઉપરની ચામડીમાં રક્ત પ્રવાહ વધારીને વાળના વિકાસને પણ પ્રોત્સાહન આપે છે.

કીવી

જામફળને વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. આ તમારા વાળને મૂળથી મજબૂત કરવાનું કામ કરે છે. 

જામફળ

સ્ટ્રોબેરીમાં વિટામીન સી, સિલિકા અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે તમારા સ્કેલ્પ ઉપરની ચામડીમાં કોલેજન ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે અને વાળને હેલ્ધી બનાવે છે.

સ્ટ્રોબેરી