12-3-2024

માટી કે ખાતર વગર ઘરમાં જ ઉગાડો આ પ્લાન્ટ

Pic - Freepik

ઘરની શોભા વધારવા માટે લોકો અવનવી રીતે ઘરમાં ડેકોરેશન કરતા હોય છે.

પીસ લીલીના છોડમાં ખીલેલા સફેદ ફૂલો ખૂબ જ સુંદર હોય છે.વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પીસ લીલી રાખવાથી શાંતિ જળવાઈ રહે છે.

ક્રિસમસ કેક્ટસ આખા વર્ષ દરમિયાન માત્ર પાણીના રહેઠાણમાં જ ઉગી શકે છે.

કોલિયસ છોડમાં ફૂલ નથી ખીલતા. પરંતુ તેના રંગબેરંગી પાંદડા ખૂબ જ સુંદર લાગે છે. આ છોડ વાવવાથી ઘરમાં હવાને શુદ્ધ રાખે છે.

લકી બેમ્બુને ઘરમાં વાવવુ શુભ માનવામાં આવે છે. આ છોડને તમે વર્ક ડેસ્ક પર પણ મુકી શકો છો.

પોથોસને ડેવિલ્સ આઇવી પણ કહેવામાં આવે છે. આ મની પ્લાન્ટની ખૂબ જ સુંદર જાત છે. તમે પાણીમાં પણ પોથોસ ઉગાડી શકો છો.

મેરીમો મોસ બોલને જેને ક્લેડોફોરા બોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને પણ તમે પાણીમાં વાવી શકો છે.

મની પ્લાન્ટને તમે કૂંડા સિવાય પાણીની બોટલમાં ઉગાડી શકો  છો. તેમાં પાણી 10 દિવસે બદલતા રહેવુ જોઈએ.