19-3-2024

ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ

Pic - Freepik

ઉનાળાની ઋતુમાં લીચી સરળતાથી મળી રહી છે. લીચી સ્વાદમાં મીઠી અને રસદાર હોય છે.

લીચીમાં વિટામિન સી, વિટામિન બી અને કાર્બોહાઇડ્રેટ્સ જેવા પોષક તત્વો મળી આવે છે.

આપણે ઘણીવાર લીચીને ખાધા પછી બીજને ફેંકી દઈએ છીએ.પરંતુ આજે અમે તમને જણાવીશું કે તેના બીજમાંથી લીચીને વાસણમાં કેવી રીતે ઉગાડી શકાય છે.

લીચીના બીજને સારી રીતે સુકવી લો. તે પછી એક મોટી સાઇઝનો પોટ પસંદ કરો.

કોકો-પીટ અને વર્મી કમ્પોસ્ટ મિક્સ કરીને પોટમાં ભરો. ત્યાર બાદ લીચીના બીજને માટીમાં નાખી દો.

લીચી ઉપરથી પાણી છાંટવું. તમારે ધ્યાન રાખવું પડશે કે માટીમાં ભેજ રહે.

લગભગ સાત-આઠ દિવસમાં લીચીના બીજ અંકુરિત થવા લાગશે.

લીચીના છોડને ઉગાડવામાં લગભગ 3 થી 4 વર્ષનો સમય લાગે છે. તેથી લીચીના છોડની યોગ્ય કાળજી લેવી.